fbpx

MVAમાં પવારની સત્તા! કોંગ્રેસ-ઉદ્ધવને ફક્ત 100 બેઠક,મહારાષ્ટ્રમાં સમીકરણો બદલાયા

Spread the love

મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને મહા વિકાસ અઘાડી (MVA)માં સીટોની વહેંચણીને લઈને હજુ પણ કંઈ ફાઇનલ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ એવું ચોક્કસ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ, ઉદ્ધવ જૂથ અને શરદ પવારની પાર્ટી 85 સીટો પર ચૂંટણી લડી શકે છે. હવે આ બાબત મહત્ત્વની એટલા માટે છે, કારણ કે એક તરફ કોંગ્રેસે 100થી વધુ બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કરી રાખ્યું હતું, જ્યારે બીજી તરફ શરદ જૂથને 75થી વધુ બેઠકોની અપેક્ષા હતી નહીં.

પરંતુ હવે બદલાયેલા સમીકરણોમાં શરદ પવારે તેમની પાર્ટી માટે મહા વિકાસ અઘાડી (MVA) પાસેથી વધારાની 10 બેઠકો ખેંચી લીધી છે. જેના કારણે હવે ત્રણેય પક્ષો 85 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. અહીં સમજવા જેવી વાત એ છે કે, સમાન બેઠકોની વહેંચણીનો અર્થ એ થાય છે કે, સત્તામાં પણ સમાન ભાગીદારી હોઈ શકે છે. જો આગામી ચૂંટણીમાં મહા વિકાસ આઘાડી (MVA) જીતશે તો શરદ પવારના જૂથને CMની ખુરશીથી દૂર રાખવું મુશ્કેલ બની જશે.

અત્યાર સુધી તો, શરદ પવાર દ્વારા CMની ખુરશી માટે કોઈ દાવો કરવામાં આવ્યો નથી, તેમની બાજુથી તો સમગ્ર ધ્યાન ફક્ત સીટની વહેંચણી પર હતું. પરંતુ જો પાર્ટી આ 85માંથી મોટાભાગની સીટો જીતે છે તો સરકારમાં તેની હિસ્સેદારી પણ એટલી જ વધી જશે. શરદ પવાર પોતે પણ આ વાત સારી રીતે સમજે છે, એટલે જ તેમણે આ પ્રકારનું સીટ શેરિંગ એગ્રીમેન્ટ કર્યું છે, જ્યાં ત્રણેય મોટા પક્ષો સમાન સીટો પર ચૂંટણી લડી રહ્યા છે.

શરદ પવારે પણ પોતાના રાજકીય અનુભવનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે. તેમણે તે બેઠકો ઉદ્ધવ જૂથ અને કોંગ્રેસ માટે છોડી દીધી જ્યાં તેમની પાર્ટી ઘણા વર્ષોથી જીતી ન હતી, પરંતુ તેના બદલામાં મરાઠવાડા જેવા ગઢમાં ઘણી બેઠકો પોતાના માટે લઇ લીધી હતી. આ એવી ટેકનિક હતી, જેની મદદથી શરદ પવારે પોતાના પક્ષમાં 10 વધારાની બેઠકો લીધી. અહીં મોટી વાત એ છે કે, આ લોકસભા ચૂંટણીમાં શરદ જૂથનો જ સૌથી સારો સ્ટ્રાઈક રેટ રહ્યો છે. જો અહીં વિધાનસભા ચૂંટણીમાં પણ આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો, મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણા સમીકરણો બદલાઈ શકે એમ છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!