fbpx

વ્રજ પટેલે સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં રંગ ઇન્ટરનેશનલ સ્કૂલનું નામ રોશન કર્યું

Spread the love

અમદાવાદ ખાતે તા. 26 અને 27 ઓક્ટોબર, 2024ના રોજ યોજાયેલી રાજ્યકક્ષાની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની રંગ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. અંડર-14 કેટેગરીમાં રમતાં વ્રજ કે પટેલે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી રાજ્યભરમાં શાળાનું ગૌરવ અપાવ્યું છે.

વ્રજ કે પટેલની આ ઉત્કૃષ્ટ રમતને ધ્યાનમાં રાખીને તેને ગુજરાત રાજ્યની સોફ્ટ ટેનિસ ટીમમાં પસંદગી આપવામાં આવી છે. આ સફળતાથી પ્રેરાઈને, વ્રજ હવે ડિસેમ્બર 2024માં મધ્ય પ્રદેશના દિવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

ભવિષ્યમાં, વ્રજ વધુ મહેનત અને સમર્પણ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવાનો સંકલ્પ ધરાવે છે. તેને વધુ મજબૂત અને કુશળ બનાવવા માટે શાળાના MD શ્રી અનિલ સિંહ ઠાકોર, શિક્ષકો, ટ્રેનર અને પરિવારજનોએ સંપૂર્ણ સહયોગ આપવાનો વચન આપ્યું છે. ભવિષ્યમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની વ્રજની ઇચ્છા માટે રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ આ જ રીતે પ્રેરણા અને સહકાર આપશે.

error: Content is protected !!