fbpx

બાંગ્લાદેશ સરકાર વીજ બિલના 7200 કરોડ ન ચૂકવે તો જાણો અદાણી શું કરશે

Spread the love

બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા કથળેલી છે એવા સમયે મોટી મુશ્કેલી ઉભી થઇ શકે તેવા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશનું વીજ બિલ વધી રહ્યું છે અને હવે અદાણી પાવરને ચૂકવવાની રકમ 7200 કરોડ પર પહોંચી ગઇ છે.

અદાણી પાવરે બાંગ્લાદેશ સરકારને 7 નવેમ્બર સુધીમાં વીજ બિલ ભરી દેવાનું અલ્ટીમેટમ આપ્યું છે, જો બાંગ્લાદેશ સરકાર બિલ ચૂકવવામાં નિષ્ફળ રહેશે તો અદાણી પાવર બાંગ્લાદેશનો વીજ પુરવઠો બંધ કરી શકે છે. જો આવું થાય તો બાંગ્લાદેશને મોટો ફટકો પડે,કારણકે ત્યાંની સૌથી મોટી ગારમેન્ટ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી બંધ થઇ જાય. બાંગ્લાદેશની મોહમંદ યુનુસ સરકાર એટલા માટે બિલ નથી ભરી રહી કે તેમનું કહેવું છે કે અદાણી સાથેની ડીલનું રીવ્યુ કરવામાં આવે, કરાણકે અદાણી પાવર મોંઘી વીજળી આપે છે.

Leave a Reply

error: Content is protected !!