fbpx

ઝારખંડના ચૂંટણી ઢંઢેરામાં પણ પાર્ટીઓ વચ્ચે સ્પર્ધા

Spread the love

ઝારખંડમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી છે 13 નવેમ્બરે 43 બેઠકો માટે અને 20 નવેમ્બરે 38 બેઠકો માટે મતદાન થશે, ઝારખંડમાં NDA અને INDIA ગઠબંધન વચ્ચેની લડાઇ છે. ભાજપે થોડા દિવસો પહેલા જ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે અને હવે JMM, કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટીના ગઠબંધને પણ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા છે. બંને પાર્ટીઓ વચ્ચે જાણે ર્સ્પધા ચાલી રહી હોય તેવું લાગે છે.

JMM ગઠબંધનના ચૂંટણી ઢંઢેરોને ન્યાય પત્ર નામ આપવામાં આવ્યું છે ભાજપે સંકલ્પ પત્ર નામ આપ્યું છે.JMMએ 1 વોટ 7 ગેરંટી એવું લખ્યું છે.

ભાજપે ગોગો દીદી યોજના હેઠળ દર મહિને મહિલાઓને 2100 રૂપિયા આપવાની વાત કરી તો JMM ગઠબંધને મઇયા યોજના હેઠળ 2500 રૂપિયા આપવાની વાત કરી. ભાજપે ગેસનો બાટલો 500 રૂપિયામાં આપવાની વાત કરી તો JMMએ 450 રૂપિયામાં ગેસનો બાટલો આપવાની વાત કરી.

Leave a Reply

error: Content is protected !!