સુરતના સિટીલાઇટ રોડ પર આવેલા શિવપૂજા મોલના ત્રીજા માળે આવેલા જીમમાં 6 નવેમ્બરે આગની ઘટના બની હતી. આ ઘટનામાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં એ વાત સામે આવી છે કે, જીમની પ્રોપર્ટી એક મોટા બિલ્ડરની છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ જીમની જગ્યા રૂંગટા બિલ્ડરના અનિલ રૂંગટાએ 2 વર્ષ પહેલા ભુપેન્દ્ર પોપટ નામના વ્યક્તિ પાસેથી 1.50 કરોડમાં ખરીદી હતી. પરંતુ 2025 સુધી ભાડા કરાર હોવાને કારણે જીમ ચાલું રખાયું હતું. DCP વિજય ગુર્જરે કહ્યું હતું કે, અનિલ રૂંગટાની પોલીસ તપાસ કરી રહી છે.
ગુજરાત સમાચારના અહેવાલમા કહેવામાં આવ્યું છે કે બિલ્ડરને બચાવવા માટે ભાજપના મોટા માથાઓ મેદાનમાં આવી ગયા છે. રૂગટા અત્યારે સુરત બહાર છે અને શનિવારે સુરત આવશે ત્યારે પુછપરછ કરાશે.