એક જમાનામાં ભારતની નંબર વન ગણાતી જેટ એરવેઝ હવે ફરી ચાલું નહીં થાય. 7 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે જેટ એરવેઝને ફડચામાં લઇ જવાનો આદેશ આપ્યો છે. ફડચામાં લેવાનો મતલબ એ છે કે કંપનીની સંપત્તિ વેચીને દેવા અને જવાબદારી પુરી કરવી. જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલ જેલમાં હતા.
જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલ એક જમાનામાં ભારતના સૌથી ધનિકોની યાદીમાં 16માં નંબર પર હતા અને તેમની નેટવર્થ તે વખતે 1.9 અરબ ડોલર હતી. કંપનીની નિષ્ફળતાનું મુખ્ય કારણ એ છે કે, ઇન્ડિગો, સ્પાઇસ, ગો એરવેઝ જેવી કંપનીઓને ગંભીરતાથી ન લીધી. આ બધી કંપનીઓએ સસ્તી ટિકીટનો આખો બિઝનેસ કેપ્ચર કરી લીધો હતો. ઉપરાંત નરેશ ગોયલે ખોટી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા અને બેંકો પાસેથી લોન લઇને ઉચાપત કરી તેવો આરોપ લાગ્યો. ગોયલની 2023માં મની લોન્ડરીંગ અને ઉચાપતના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.