fbpx

ફાર્મા કંપનીના ખર્ચે વિદેશ જલસા કરવા ગયેલા 30 તબીબો ભેરવાશે

Spread the love

અમેરિકાની જાણીતી ફાર્મા કંપનીની ભારતની શાખા એબવી હેલ્થકેરે 30 ડોકટર્સને કંપનીના ખર્ચે વિદેશ મોકલ્યા હોવાની વાત સામે આવી છે. ભારતના ફાર્મા વિભાગને કોઇએ અનામી પત્ર લખ્યો હતો અને જાણકારી આપી હતી સાથે ડોકટરોની ફલાઇટની ટિકીટ, હોટલનો બિલો બધુ પુરાવા તરીકે મોકલવામાં આવ્યુ હતું.

 કંપનીએ 24 ડોકટર્સને પેરિસ મોકલ્યા હતા અને 6 ડોકટર્સને મોનાકો મોકલ્યા હતા. કંપનીના કહેવા મુજબ તબીબોને બોટોક્સ અને  જુવેડર્સની માહિતી મેળવવા માટે મોકલાયા હતા. જો કે આ ભારતના યુનિફોર્મ કોડ ફોર ફાર્માસ્યુટીકલ માર્કેટીંગ પ્રેકટીસીઝના નિયમોનું ઉલ્લંઘન છે. ભારતના ફાર્મા વિભાગે નેશનલ મેડિકલ કમિશનને આ તબીબો સામે પગલા લેવા કહ્યું છે અને ટેક્સ વિભાગને પણ તબીબોની તપાસ કરવા કહ્યું છે.જો ભારત આ કાર્યવાહી કરશે તો યુનિફોર્મ કોડ મુજબની આ પહેલી કાર્યવાહી હશે.

error: Content is protected !!