fbpx

રોડ અકસ્માતના કેસમાં કેન્દ્ર સરકાર આટલા રૂપિયા સુધીની મદદ કરશે

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં મહત્ત્વની જાહેરાત કરી છે. ગડકરીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે કેશલેસ ટ્રીટમેન્ટ યોજના શરૂ કરી છે. અકસ્માતના કેસમાં કેન્દ્ર સરકાર 24 કલાકની અંદર કેશલેસ ટ્રીટમેન્ટ હેઠળ 7 દિવસ સુધી અથવા વધારેમાં વધારે 1.50 લાખ રૂપિયા સુધીની મદદ કરશે.

ગડકરીએ કહ્યું કે, માત્ર નેશનલ હાઇવે પર અકસ્માત થાય તેના માટે નહી, પરંતુ સ્ટેટ હાઇવે, કોર્પોરેશનના રસ્તા હોય, જિલ્લાના હોય કે ગામડાના રસ્તા હોય ત્યાં અકસ્માત થશે તો કેન્દ્ર સરકાર મદદ કરશે.

હીટ એન્ડ રનના કેસમાં મોત થશે તો કેન્દ્ર સરકાર પરિવારને 2 લાખ રૂપિયાની મદદ કરશે. આ યોજના બધા રાજયોમાં શરૂ કરી દેવામાં આવી છે.

Leave a Reply