પ્રાંતિજ વૃધ્ધાશ્રમ ખાતે ૭૬ મો પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી
– જાયન્ટ્સ ગુપના દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું
– ઉપસ્થિત વૃધ્ધોએ પણ ત્રિરંગા ને સલામી આપી પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરી
પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી ભારતભરમાં કરવામાં આવી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે આવેલ વૃધ્ધાશ્રમ માં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી










પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ માર્કડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ વૃધ્ધાશ્રમ ખાતે પણ વૃધ્ધાશ્રમ ના સંચાલક વિભાષભાઇ દ્રારા દર વર્ષ ની જેમ આ વખતે પણ ૭૬ મો પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાંતિજ જાયન્ટ્સ ગુપ ઓફ પ્રાંતિજ ના સભ્ય વિનોદભાઇ દરજી દ્રારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તો ર્ડા. એન.કે.ડેરિયા , ગૌતમભાઇ ભાવસાર , જગદીશભાઇ ચૌહાણ , રાજેશભાઇ ટેકવાણી સહિત ઉપસ્થિત રહ્યા હતા તો વૃધ્ધાશ્રમ ના વૃધ્ધો દ્વારા તિરંગા ને સલામી આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી
જીલ રાવલ પ્રાંતિજ
