ગુજરાતમાં 16 ફેબ્રુઆરીએ જુનાગઢ મહાનગર પાલિકા, 66 નગર પાલિકા અને 3 પંચાયતની ચૂંટણી છે. એ પહેલાં ભાજપે મોટું ઓપરેશન શરૂ કર્યું છે. અનેક વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભાજપના ઉમેદવારો બિનહરિફ ચૂંટણી જીતી ગયા છે.
જુનાગઢ,વડનગર, કોડીનાર સહિત અનેક જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારો તેમના ફોર્મ પાછા ખેંચી રહ્યા છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ભાજપે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદોને ઓપરેશનની જવાબદારી સોંપી છે.
જુનાગઢમાં 8 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરિફ જાહેર થયા. વડનગરમાં 82માંથી 29 ફોર્મ રદ થયા. 7 વોર્ડમાંથી ભાજપના 3 ઉમેદવાર બિનહરિફ જાહેર થયા. ધરમપુરમાં કોંગ્રેસના 5 ઉમેદવારો ગાયબ છે અને પરિવારોએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી છે. ભચાઉમાં 22માંથી 21 ફોર્મ રદ થયા છે. બાંટવામાં ભાજપના 10 ઉમેદવારો બિનહરિફ જાહેર થયા છે.
