
સુરતની કહેવાતી પ્રતિષ્ઠીત નંબર વન શાળા ફાઉન્ટેનહેડના 12મા ધોરણના વિદ્યાર્થીઓ 7 ફેબ્રુઆરીના દિવસે ફેરવેલ માટે પાલ ગૌરવ પથ રોડ પરથીઓલપાડ શાળાના સ્થળ સુધી 26 લકઝરી કાર સાથે એક રેલી કાઢી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાને કારણે ભારે હોબાળો મચ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને નોટિસ ફટકારીને 2 દિવસમાં જવાબ માંગ્યો છે, જયારે પોલીસે26 કાર જપ્ત કરી લીધી છે. આ રેલીમાં મર્સિડીઝ, બીએમડબલ્યુ, ઓડી, KIA, સ્કોડો જેવી લકઝરી કારો સામેલ હતી.

શાળાએ ચોખવટ કરી છે કે વાલીઓને મેલ કરીને સુચના આપવામાં આવી હતી કે વિદ્યાર્થીઓને ફેરવેલ માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. લાયસન્સ હોય તો પણ કારમાં મોકલશો નહીં. શો ઓફ અને ટ્રાફીકના નિયમો તોડવા સ્કુલના સંસ્કાર નથી.
પરંતુ શાળા સંચાલકો માત્ર મેલ મોકલી દીધો હોવાનું કહીને જવાબદારીમાંથી છટકી શકે નહીં. શાળા આટલી મોંઘી દાટ ફી લેઇને વિદ્યાર્થીઓને શું શિક્ષણ આપી રહી છે તેની સામે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે?


