fbpx

હેલમેટ વગરના સરકારી કર્મચારીઓને પકડવાની ગુજરાત પોલીસની ડ્રાઇવ

Spread the love

લોકોની હમેંશા એક ફરિયાદ રહેતી હતી કે, સરકાર નિયમો બનાતે તે માત્ર પ્રજાએ જ પાડવાના? પ્રોપર્ટી ટેક્સ કે વીજળીના બીલ સરકારી ઓફીસો જ ભરતી નથી, પોલીસના ટ્રાફીકના નિયમો પણ સરકારી કર્મચારી માટે નથી હોતા. પરંતુ ગુજરાત પોલીસે હવે સરકારી કર્મચારીઓ માટે ડ્રાઇવ શરૂ કરી છે અને ગુજરાતના 4 મહાનગરો સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટમાં આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

હેલમેટ વગરના સરકારી કર્મચારીઓ, અધિકારીનો દંડ ફટકારવામાં આવી રહ્યા છે. ગુજરાતની મહાનગર પાવિકા, પોલીસ ડિપાર્ટમેન્ટની ઓફીસ, સરકારી ઓફીસોની બહાર ટ્રાફીક પોલીસને ઉભા રાખવામાં આવ્યા છે. ઘણા સરકારી કર્મચારીઓએ જાત જાતના બહાના બતાવ્યા હતા, પરંતુ તેમને દંડ ફટકારવામાં આવ્યા છે. ગુજરાતની ટ્રાફીક DCP સફી હસેને કહ્યું છે કે, જ્યાં સુધી 100 ટકા હેલમેટ પહેરવાનો અમલ ન થાય ત્યાં સુધી આ ડ્રાઇવ ચાલું રહેશે.

error: Content is protected !!