
પ્રાંતિજ ખાતે ર્ડા. બાબાસાહેબ આંબેડકર ની ૧૩૪ મી જન્મ જ્યંતિ ની ઉજવણી કરવામાં આવી
– પ્રાંતિજ તાલુકા અનુસુચિત જાતિ સમાજ દ્રારા રેલીયોજી
– સમાજ ના આગેવાનો સહિત સમાજ ના ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા
– બાબાસાહેબ ની બાવળાને ફુલ હાર પહેરાવ્યા આવ્યાં
સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે ર્ડા.બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતિ ને લઈ ને પ્રાંતિજ તાલુકા અનુસુચિત જાતિ સમાજ ના લોકો દ્રારા ભવ્ય રેલી યોજી













સમગ્ર પ્રાંતિજ તાલુકા અનુસુચિત જાતિ સમાજ દ્રારા ર્ડા.બાબાસાહેબ આંબેડકર ની ૧૩૪ મી જન્મ જયંતિ ની ઉજવણી ને લઈ ને દર વર્ષ ની જેમ આ વર્ષેપણ પ્રાંતિજ એપ્રોચરોડ ત્રણરસ્તા થી પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન સુધી ડીજે સાથે વિશાળ ભવ્ય રેલી યોજાઈ હતી જેમા બાબાસાહેબ અમર રહો ના નારા સાથૈ રેલી ભાંખરીયા બસસ્ટેશન ર્ડા.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે આવી સમાજ માંથી ઉપસ્થિત રહેલ આગેવાનો દ્રારા ફુલહાર પહેરાવી ધનયતા અનુભવી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ પરમાર , રેખાબેન સોલંકી , ભીખાભાઇ વાણિયા , નૂતનભાઇ પરમાર , નટુભાઈ બારોટ , આર.કે.ચૌહાણ , મનહર પરમાર , જયતિભાઇ સોલંકી , મનોજભાઇ વાણિયા , શૈલેષભાઈ પરમાર , દર્શન ભાઇ ગોહિલ સહિત સમાજના આગેવાનોતો રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીઆઈ આર.આર.દેસાઇ દ્રારા પોલીસ નો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા