
પ્રાંતિજ ખાતે ર્ડા. બાબાસાહેબ આંબેડકર ની ૧૩૪ મી જન્મ જ્યંતિ ની ઉજવણી કરવામાં આવી
– વિશ્વહિન્દુ પરિષદ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા ફુલ હાર પહેરાવ્યા આવ્યાં
– સમગ્ર પ્રાંતિજ તાલુકા અનુસુચિત જાતિ સમાજ દ્રારા ઉજવણી કરવામા આવી
.
સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે પણ ર્ડા.બાબાસાહેબ આંબેડકર ની ૧૩૪ મી જન્મ જયંતિ ની ઉજવણી વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંતિજ તથા બજરંગ દળ પ્રાંતિજ દ્રારા ફુલહાર પહેરાવી ને કરવામા આવી





પ્રાંતિજ ખાતે ર્ડા.બાબાસાહેબ આંબેડકર ની ૧૩૪ મી જન્મ જન્મ જયંતિ ની ઉજવણી કરવામા આવી હતી જેમા, વિશ્વ હિદુ પરીષદ પ્રાંતિજ તથા બજરંગ દળ તથા વિવિધ સંસ્થાઓ દ્વારા ર્ડા. બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો સમગ્ર પ્રાંતિજ તાલુકા અનુસુચિત જાતિ સમાજ દ્રારા ઉપસ્થિત રહીને ર્ડા.બાબાસાહેબ આંબેડકર ના બાવળા ની પ્રતિમાને ફુલ હાર પહેરાવવામા આવ્યા હતા તો બાબાસાહેબ તુમ અમર રહો , જયભીમ સહિત ના નારા લગાવી તેમણા બાવળાને ફુલ હાર પુષ્પાંજલિ અર્પણ કરી હતી તો આ પ્રસંગે સાબરકાંઠા વિભાગ સમરતા પ્રમુખ નટુભાઈ બારોટ , ધર્મ પ્રસાર પ્રમુખ સુનિલભાઈ કડીયા , માતૃ શક્તિ સહ સંયોજક વંદનાબેન જોષી , ગોવિંદભાઈ રાવલ , મિતેશ ભાઇ પ્રજાપતિ , શૈલેષભાઈ વણકર સહિત વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંતિજ તથા બજરંગ દળ પ્રાંતિજ ના કાર્યકરો સહિત સમાજ ના આગેવાનો મોટી સંખ્યામાંઉપસ્થિત રહીને ર્ડા.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી
જીલ રાવલ સાબરકાંઠા