

મહારાષ્ટ્ર સરકારે કાર ખરીદનારાઓ માટે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના ટ્રાન્સપોર્ટ મંત્રી પ્રતાપ સરનાઇકે જાહેરાત કરી કે, હવેથી કોઇ પણ કાર ખરીદનાર વ્યકિતએ સૌથી પહેલાં પાર્કિંગ ક્યાં કરશે તેની માહિતી આપવી પડશે.
પાલિકાનું સર્ટિફેકટ રજૂ થયા પછી કારનું રજિસ્ટ્રેશન થઇ શકશે, એ સિવાય કારનું રજિસ્ટ્રેશન કરવામા નહીં આવે. મુંબઇમાં ટ્રાફિકની વધી રહેલી સમસ્યા ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે એમ મંત્રીએ કહ્યું છે. આને કારણે હવે કાર ખરીદનારા લોકોની મુશ્કેલી વધશે, કારણકે પાર્કિંગના સ્થળ માટે પાલિકાની કચેરીએ ધક્કા ખાવા પડશે.
ગુજરાતમાં પણ ટ્રાફીક સમસ્યા વિકરાળ છે, ખાસ કરીને સુરત અને અમદાવાદમાં તો ગુજરાત સરકારે પણ આ બાબતે વિચારવાની જરૂર છે.