
પ્રાંતિજ વહીવટી તંત્ર ગ્રામ પંચાયત ની ચુંટણી પ્રકિયા માટે સજ્જ બન્યું
– મતપેટીઓ સાહિત્ય સહિત કર્મચારીઓ બુથ ઉપર રવાના થયા
– ૩૭ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાશે
– સાત એસટીબસ અને બે ઇકો રૂટ ઉપર રવાના થઈ
– એક પીઆઈ , ચાર પીએસઆઇ , ૭૯ પોલીસ , ૧૪૧ જીઆઇડી હોમગાર્ડ તૈનાત
– આવતી કાલે ચુંટણી યોજાશે
ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ ગ્રામ પંચાયતો ની ચુંટણીઓ યોજાવાની છે જેને લઈ ને ચુંટણી અધિકારી દ્રારા સંપૂર્ણ પણે તૈયારીઓ પૂર્ણ કરી દેવામા આવી છે અને ૯૩ બુથો પર મતદાન પેટી મતદાન નુ સાહિત્ય સાથે કર્મચારીઓની ટીમો રવાના થઈ






પ્રાંતિજ તાલુકા મા ૨૨ મી ને રવિવાર ના રોજ યોજાનાર ૩૭ ગ્રામ પંચાયતો ની ચુંટણી ને લઈ ને ચુંટણી અધિકારી દ્રારા તમામે-તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે અને ૩૯ ગ્રામ પંચાયતો માંથી બે ગ્રામ પંચાયત સમરસ થતા હાલ ૩૭ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાવા જઇ રહે છે જેને લઈ ને તંત્ર દ્રારા ૯૩ બુથ ઉભા કરવામા આવ્યા છે અને પ્રાંતિજ વી.એસ.રાવલ પીટીસી કોલેજ ખાતે આવેલ સ્ટોગ રૂમ ઉપર થી આજે ૭ એસટીબસો તથા બે ઇકો મારફતે ચુંટણીલક્ષી સાહિત્ય મતપેટીઓ સાથે કર્મચારીઓની ટીમો રવાના થઈ હતી તો આ ચુંટણી મા કુલ-૪૭૭ જેટલા કર્મચારીઓ ચુંટણી પ્રકિયા મા કામગીરી કરશે તો ચુંટણી અધિકારી અને પ્રાંતિજ મામલતદાર જે.જી. ડાભી દ્રારા ૭ એસટીબસો અને બે ઇકો કાર સાથે મતદાન મથકો ઉપર વિવિધ ગામોમા ચુંટણીલક્ષી સાહિત્ય મતપેટીઓ સાથે કર્મચારીઓની ટીમ ને પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરાઈ હતી તો ચુંટણી ની કામગીરી મા પ્રાંતિજ-તલોદ વચ્ચે એક ડીવાયએસપી તથા પ્રાંતિજ મા એક પીઆઈ , ચાર પીએસઆઇ , ૭૯ પોલીસ તથા ૧૪૧ જીઆઇડી હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે તો ચુંટણી અધિકારી જે.જી ડાભી દ્રારા શાન્તિ પૂર્ણ મતદાન યોજાય તે માટે સુદર આયોજન કરવામા આવ્યુ છે તો મતદારો ને પણ પોતાના મત નુ મહત્વ સમજી મતદાન કરવા વિનંતી કરી હતી
જીલ રાવલ સાબરકાંઠા
