fbpx

અંબાલાલ પટેલના જ્યોતિષ મુજબ ગોપાલની જીતનું કારણ જાણો

Spread the love
અંબાલાલ પટેલના જ્યોતિષ મુજબ ગોપાલની જીતનું કારણ જાણો

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલ કેટલીક વખત રાજકારણની પણ ભવિષ્યવાણી કરી દેતા હોય છે.પરિણામ પહેલા અંબાલાલે કહ્યું હતું કે, વિસાવદર અને કડીની પરિણામો ચોંકાવનારા હશે. નવી વિચારધારા ધરાવતો વ્યકિત ચૂંટણી જીતશે. પટેલે ગોપાલ ઇટાલિયાનું નામ નહોતું આપ્યું, પરંતુ ઇશારો એ તરફ જ હતો.

અંબાલાલ પટેલે કહ્યું કે, સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો ધન રાશિમાં હોય શકે છે અને ગિરનારના કેટલાંક ભાગો મિથુન રાશિમાં હોય શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ કેટલાંક ભાગો મિથુન રાશિમાં હોય શકે છે. આને કારણે સૌરાષ્ટ્રમાં નવી વિચારધારા અને નવતર પ્રયોગો થઇ શકે તેવો યોગ ઉભો થયો છે એટલે જે નવી વિચારધારા ધરાવે તે ઉમેદવાર જીતે. માત્ર ચૂંટણી જ નહીં, પરંતુ નવી વિચારધારા અને નવા પ્રયોગા સૌરાષ્ટ્રમાં જોવા મળશે.

error: Content is protected !!