fbpx

પ્રાંતિજ ના કમાલપુર ઓવરબ્રીજ ઉપર બાઇક ખાડા પટકાતા બે ને ઇજાઓ 

Spread the love

પ્રાંતિજ ના કમાલપુર ઓવરબ્રીજ ઉપર બાઇક ખાડા પટકાતા બે ને ઇજાઓ 

– બન્ને યુવાનોને ઇજાઓ પોહચતા સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવામા આવ્યા 

– ખખડધજ રોડને લઈને અવરનવર અકસ્માત સર્જાય છે 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર ઓવરબ્રીજ ઉપર પડેલ ખાડાઓમા બાઇક ચાલક પટકાતા બાઇક ઉપર જઇ રહેલ બે ને ઇજાઓ પોહચતા સારવાર અર્થે ખસેડવા મા આવ્યા 

    ચિલોડા-હિંમતનગર નેશનલ હાઇવે-૪૮ તાજેતર માંજ સિક્સ લાઇન ને લઈ ને નવી બન્યા બાદ ચિલોડા થી હિંમતનગર સુધી રસ્તા મા બનેલ ઓવરબ્રીજો ખાડા ખડીયા વાળા ખખડધજ હોય જેને લઈ ને અવરનવર અકસ્માતો સર્જાયા છે ત્યારે પ્રાંતિજ ના ગલતેશ્વર થી બાઇક ઉપર રાત્રીના સમયે બે યુવાનો પ્રાંતિજ આવતા હતા તે દરમ્યાન પ્રાંતિજ ના કમાલપુર ખાતે આવેલ ખખડધજ ઓવરબ્રીજ ઉપર ખાડાઓ ને લઈ ને બાઇક ખાડા મા પટકાતા બાઇક ઉપર જઇ રહેલ બન્ને યુવાનો બાઇક સાથે રોડ ઉપર પટકાયા હતા જેમા હિતેષ અશોકભાઇ પરમાર ને માથાના ભાગે તથા હાથે પગે ઇજાઓ પોહચી હતી તો જયસિંહ દિવાનસિંહ પરમાર ને પણ શરીરે ઇજાઓ પોહચી હતી તો બન્ને ઇજાગ્રસ્તો ને પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે રાત્રિના સમયે સારવાર અર્થે ખસેડવા મા આવ્યા હતા તોઓવરબ્રીજ ઉપર પડેલ મસ્ત મોટા ખાડાઓ ને લઈ ને અવરનવર નાનામોટા વાહન ચાલકો ખાડાઓ મા પટકાતા હાડકા ભાગવાનો વાળો આવ્યો છે ત્યારે તાજેતરમાંજ ચિલોડાથી હિંમતનગર સુધીનો બનેલ સિક્સ લાઇન મા બનેલ બધાજ ઓવરબ્રીજો ઉપર ઠેરઠેર મસ્ત મોટા ખાડાઓ પડયા છે ત્યારે જવાબદાર તંત્ર દ્રારા તાત્કાલિક ઓવરબ્રીજ ઉપર પડેલ ખાડાઓ પુરાવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે 

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!