પ્રાંતિજ ના કતપુર ખેતરમા પાર્ક કરેલ બાઇક કોઇ અજાણ્યો બાઇક ચોર ચોરી જતા પોલીસ ફરીયાદ થઇ
– બાઇક માલિક દ્રારા અજાણ્યા બાઇક ચોર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથધરી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ગામની સીમ મા આવેલ પેટ્રોલ નજીક ખેતરમા પાર્ક કરેલ બાઇક કોઇ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જતા બાઈક માલિક દ્રારા પોલીસ ફરિયાદ કરી
પ્રાંતિજ ના કતપુર ખાતે રહેતા રાકેશસિંહ ધુળસિંહ મકવાણા તેવોનુ પોતાનુ બાઇક નંબર જી.જે.૦૯ એ.આર.૮૪૭૨ જેની કિંમત ૨૦,૦૦૦ પોતાનુ બાઇક કતપુર ગામની સીમમા આવેલ પેટ્રોલપંપ નજીક ખેતર મા બાઇક પાર્ક કરેલ હોય જે કોઇ અજાણ્યો બાઇક ચોર ઇસમ બાઇક ચોરી કરી લઈ જતા બાઇક માલિક દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા અજાણ્યા બાઇક ચોર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે અજાણ્યા બાઇક ચોર વિરૂધ્ધ ગુનોનોધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.ડી.પટેલ દ્રારા તપાસ હાથધરી હતી
જીલ રાવલ સાબરકાંઠા
