પ્રાંતિજ ખાતે શાન્તિ સમિતિ ની બેઠક યોજાઇ
– નવરાત્રી ને લઇને પોલીસ સ્ટેશન ખાતે શાન્તીસમિતીની બેઠક યોજાઇ
– આયોજકો નગરના અગ્રણીઓ સહિત વેપારી મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે આવનાર નવલી નવરાત્રી ને લઇને જિલ્લા ડીવાયએસપી એ.કે.પટેલ ની અધ્યક્ષતા શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓયોજકો નગર ના અગ્રણીઓ વેપારીઓ વિવિધ કોમના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત ની બેઠક યોજાઇ




પ્રાંતિજ ખાતે દરવર્ષ ની જેમ આવર્ષે પણ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે આવનાર નવરાત્રી ને લઈ ને જિલ્લા ડીવાયએસપી એ.કે.પટેલ ની અધ્યક્ષતા મા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પી.આઇ આર.આર.દેસાઇ દ્રારા શાન્તિ સમિતિ ની બેઠક પોલીસ સ્ટેશન ખાતે બોલાવી હતી જેમાં યોગેશ્વર રાવલ , ભઇલાલભાઇ પટેલ , મનુભાઇ રામચંદાની , વિજયભાઈ પટેલ , મનોજભાઇ મોદી , શહિદભાઇ ભાણાવાલા , ત્રાહિરભાઇ ,જિગ્નેશભાઇ , નિરવભાઇ ભટ્ટ સહિતના નવરાત્રી આયોજકો , વેપારીઓ તથા હિન્દુ મુસ્લીમ આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા

