હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, દ્વારા ડૉ.આશા રબારી ને પી.એચ.ડી ની ડિગ્રી એનાયત કરવામાં આવી.

" મન હોય તો માળવે જવાય" એ ઉક્તિને સાર્થક કરતા ડો. આશા રબારીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ માંથી પી.એચ.ડી ની પદવી હાંસલ કરી સમગ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત સમગ્ર સમાજનું ગૌરવ વધારેલ છે. ડૉ.આશા રબારીએ યુનિવર્સિટીના ગાઈડ ડો. જય દવે (જાદર કોલેજ) ના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ તૈયાર કરી, આ મહા નિબંધનો વિષય : “An Analytical Study of Financial Performance of Selected Regional Rural Banks of Gujarat”, ઉપર સંશોધન કરી પી.એચ.ડી નુ કાર્ય પૂર્ણ કરેલ છે. આ પૂર્વે ડો. આશાબેન રબારીએ પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરી,પ્રાંતિજ માં આવેલ શ્રીમતી એમ.સી.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માં અભ્યાસ કરી બી. કોમ.માંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરી હિંમતનગર કોલેજમાંથી એમ.કોમ.ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ સતત ઉચ્ચ અભ્યાસનું સપનુ રાખી જી.સેટ પરીક્ષા વર્ષ- ૨૦૧૯- ૨૦ માં પાસ કરી અને યુ.જી.સી નેટ પરીક્ષા વર્ષ- ૨૦૨૫ માં પાસ કરી હતી. તેમજ સંશોધન અર્થે શોધ ફેલોશીપ પણ તેમણે ૨૦૨૫ માં પ્રાપ્ત કરેલ છે. આમ પી.એચ.ડી નો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરતા ડો. આશાબેન રબારી ને સમગ્ર રબારી સમાજના લોકોએ તથા તેમની પૂર્વ કૉલેજ શ્રીમતી એમ.સી.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પ્રાંતિજના સૌ અધ્યાપકોએ કોલેજને ગૌરવ અપાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિધ્ધપુર માં તેઓ કોમર્સ ફેકલ્ટીમાં સહાયક અધ્યાપક તરીકે હાલ કાર્યરત છે.
જીલ રાવલ સાબરકાંઠા
