fbpx

રેસ્ટોરાં મફત પાણી ન આપ્યું, કોર્ટે ફટકારી દીધો આટલા રૂપિયાનો દંડ

Spread the love

રેસ્ટોરાં મફત પાણી ન આપ્યું, કોર્ટે ફટકારી દીધો આટલા રૂપિયાનો દંડ

દિલ્હી-એનસીઆર હરિયાણાના ફરિદાબાદ સેટકર- 85માં આવેલી એક રેસ્ટોરન્ટને ગ્રાહકને મફત પાણી નહીં આપવું ભારે પડ્યું હતું. શર્મા નામના એક ગ્રાહક  મિત્રો સાથે રેસ્ટોરન્ટમા ડીનર માટે ગયા હતા. તેમણે મફત પાણી માંગ્યું, પરંતુ વેઇટરે મફત પાણી આપવાનો ઇન્કાર કર્યો અને કહ્યુ કે, ફરજિયાત પેક્ડ વોટર બોટલ જ લેવી પડશે. ભારે ચકમક પછી શર્માએ 40 રૂપિયામાં 2 વોટર બોટલ ખરીદી.

એ પછી ફરિદાબાદના કન્ઝયુમર કમિશનમાં કેસ દાખલ કર્યો. કોર્ટની સુનાવણીમાં રેસ્ટોરન્ટ તરફથી કોઇ હાજર ન રહ્યું. કોર્ટે ચુકાદો આપ્યો કે ગ્રાહકને રેસ્ટોરન્ટે 40 રૂપિયા પાછા આપવા પડશે અને હેરાનગતિ પેટે 3000 રૂપિયાનું વળતર આપવું પડશે. કારણકે નવા ગ્રાહક નિયમો મુજબ દરેક રેસ્ટોરન્ટે ગ્રાહકને મફત પાણી આપવાં ફરજિયાત છે.

error: Content is protected !!