fbpx

પ્લેટફોર્મ ટિકિટ હોવા છતા ₹500નો દંડ કેમ ફટકારવામાં આવ્યો? TTEએ જણાવ્યું કારણ

Spread the love

પ્લેટફોર્મ ટિકિટ હોવા છતા ₹500નો દંડ કેમ ફટકારવામાં આવ્યો? TTEએ જણાવ્યું કારણ

લોકો ઘણીવાર રેલવે સ્ટેશનો પર સંબંધીઓ કે મિત્રોને છોડવા આવેલા માટે પ્લેટફોર્મ ટિકિટ ખરીદે છે. પરંતુ, શું તમે જાણો છો કે ફક્ત પ્લેટફોર્મ ટિકિટ હોવા છતા દરેક પરિસ્થિતિમાં દંડમાંથી મુક્તિ મળતી નથી? તાજેતરમાં, એક માણસે પ્લેટફોર્મ ટિકિટ ખરીદી હોવા છતા ₹500નો દંડ ભરવો પડ્યો. આ ઘટનાએ ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા છે, જેના કારણે તેઓ જાણવા માંગે છે કે આખરે રેલવેનો કયો નિયમ છે જેની બાબતે મોટાભાગના મુસાફરોને ખબર નથી.

TTEએ જણાવ્યું કે ભારતીય રેલવેમાં મુસાફરી કરતા મોટાભાગના લોકોને લાગે છે કે પ્લેટફોર્મ ટિકિટ રાખવાથી તેઓ કોઈપણ સમસ્યા વિના સ્ટેશન પરિસરમાં રહી શકે છે. પરંતુ, તાજેતરની એક ઘટનાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છછે. એક વ્યક્તિને માન્ય પ્લેટફોર્મ ટિકિટ હોવા છતા ₹500નો દંડ ફટકારવામાં આવ્યો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો અને ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે આખરે વ્યક્તિ પાસે જરૂરી ટિકિટ હતી ત્યારે દંડ કેમ ફટકારવામાં આવ્યો.

TTEએ જણાવ્યું કે પ્લેટફોર્મ ટિકિટનો મુખ્ય હેતુ કોઈને મુસાફરને ટ્રેનમાં બેસાડવા અથવા સ્ટેશન સુધી જવાની મંજૂરી આપે છે. આ ટિકિટ વ્યક્તિને સ્ટાશન પ્લેટફોર્મ સુધી પહોંચવાનો અધિકાર આપે છે, પરંતુ તેની સાથે કેટલીક શરતો અને નિયમો પણ જોડાયેલી છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

indian-railway-ticket

શું હતો મામલો?

અહેવાલો અનુસાર, એક વ્યક્તિ પ્લેટફોર્મ ટિકિટ લઈને સ્ટેશન પર પહોંચ્યો હતો. તેની પાસે માન્ય ટિકિટ હોવા છતા રેલવે અધિકારીઓએ નિરીક્ષણ દરમિયાન તેને ₹500નો દંડ ફટકાર્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે તે પરવાનગી આપેલ સમયગાળા કરતા વધુ સમય માટે સ્ટેશન પર રહ્યો હતો. રેલવે નિયમો અનુસાર, પ્લેટફોર્મ ટિકિટ ફક્ત મર્યાદિત સમય માટે જ માન્ય હોય છે.

પ્લેટફોર્મ ટિકિટ કેટલા સમય માટે માન્ય હોય છે?

રેલવે નિયમો અનુસાર, પ્લેટફોર્મ ટિકિટ સામાન્ય રીતે બે કલાક માટે માન્ય હોય છે. તેનો એકમાત્ર હેતુ એટલો છે કે કોઇ વ્યક્તિને મુસાફરને ટ્રેન સુધી છોડી શકે અથવા ટ્રેનથી ઉતરતા મુસાફરને રીસિવ કરી શકાય. જો કોઈ વ્યક્તિ નિર્ધારિત સમય કરતા વધુ સમય સ્ટેશન પરિસરમાં રહે છે, તો રેલવે તેને નિયમોનું ઉલ્લંઘન ગણી શકે છે. આ જ કારણ છે કે લોકોને ક્યારેક ટિકિટ હોવા છતા દંડ ભરવો પડે છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે પ્લેટફોર્મ ટિકિટ સ્ટેશન પર લાંબા સમય સુધી રોકાવાની મંજૂરી આપતી નથી.

દંડ શા માટે લાદવામાં આવે છે?

રેલવે સ્ટેશનો પર સુરક્ષા અને ભીડ નિયંત્રણ મોટો પડકાર હોય છે. જો લોકો પ્લેટફોર્મ ટિકિટ લઈને કલાકો સુધી પ્લેટફોર્મ પર બેસી રહે છે, તો તેનાથી બિનજરૂરી ભીડ થઈ શકે છે. આનાથી મુસાફરોને અસુવિધા થાય છે અને સુરક્ષા વ્યવસ્થા પર અસર પડે છે. આ કારણોસર, રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના ઉપયોગને ચોક્કસ નિયમોના દાયરામાં રાખ્યો છે. જો કોઇ વ્યક્તિ આ નિયમોનું પાલન કરતી નથી, તો રેલવે અધિનિયમ હેઠળ દંડ થઈ શકે છે.

સોશિયલ મીડિયા પર આ મામલો વાયરલ થયા પછી લોકો તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ આવી. કેટલાક લોકોએ દલીલ કરી હતી કે રેલવેએ મુસાફરો અને તેમના પરિવારોને અસુવિધા ટાળવા માટે પ્લેટફોર્મ ટિકિટ ખરીદતી વખતે સમય મર્યાદા સ્પષ્ટપણે જણાવવી જોઈએ. તો કેટલાક લોકોએ કહ્યું કે નિયમો પહેલાથી જ છે પરંતુ મોટાભાગના લોકો તેનાથી અજાણ હોય છે; આ કારણે, તેઓ ઘણીવાર અજાણતા નિયમોનો ભંગ કરે છે અને દંડ ભરે છે.

સ્ટેશન જતા પહેલા આ વાત જાણી લો

જો તમે કોઈ સંબંધીને અથવા મિત્રને છોડવા અથવા લેવા જઇ રહ્યા છો અને પ્લેટફોર્મ ટિકિટ ખરીદો છો, તો તેની માન્યતા અને સ્થાનિક નિયમોની માહિતી મેળવી લો. અલગ-અલગ પરિસ્થિતિયો અને સ્ટેશન પર નિયમોના પાલનને લઇને સખ્તાઇનું સ્તર અલગ હોઇ શકે છે.

પ્લેટફોર્મ ટિકિટ હોવાનો અર્થ એ નથી કે તમે આખો દિવસ સ્ટેશન પર રોકાઇ શકે છે. તે ફક્ત મર્યાદિત સમયગાળા અને વિશેષ હેતુ માટે જાહેર કરવામાં આવે છે. તેથી, આગલી વખતે જ્યારે તમે પ્લેટફોર્મ ટિકિટ લઈને સ્ટેશન પર જાઓ છો, ત્યારે ખાતરી કરો કે તમે સંબંધિત નિયમો સમજી લો. થોડી માહિતી તમને બિનજરૂરી દંડ અને ઝંઝટથી બચાવી શકે છે.

Leave a Reply

error: Content is protected !!