fbpx

પ્રાંતિજ ખાતે નારી શક્તિ મહિલા સંમેલન યોજાયુ

Spread the love

પ્રાંતિજ ખાતે નારી શક્તિ મહિલા સંમેલન યોજાયુ

  • પ્રાંતિજ-તલોદ માંથી મોટી સંખ્યામા મહિલાઓ ઉપસ્થિત રહી
  • મોટી સંખ્યામાં નારી શક્તિઓ ઉમટી પડતા ખુરશીઓ પણ ખુટી પડી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ નુ વિશાળ મહિલા સંમેલન યોજાયુ હતુ જેમા પ્રાંતિજ-તલોદ માંથી મોટી સંખ્યામા મહિલાઓ ઉમટી પડી હતી અને મુકવામા આવેલ ખુરશીઓ પણ ખુટી પડતા બીજી ખુરશીઓ મંગાવી પડી હતી

લોકસભા ની ચુંટણી જંગ તેજ થયો છે ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિત અપક્ષો દ્રારા ચુંટણી પ્રચાર તેજ કર્યો છે અને મતદારો ને રીઝવવા પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે લોકસભા ની ચુંટણી મા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત દેશનુ સુકાન સોપવા માટે થઈ ને પ્રાંતિજ મહાકાલી મંદિર ના વિશાળ હોલ ખાતે ભાજપ નુ વિશાળ નારી શક્તિ સંમેલન યોજાયુ હતુ જેમા સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠક ના મહિલા ઉમેદવાર પૂર્વ શિક્ષિકા શોભનાબેન બારૈયા ને વિજયી બનાવવા માટે ભાજપ દ્રારા મહિલા સંમેલન નુ આયોજન કરાયુ હતુ જેમા પ્રાંતિજ-તલોદ તાલુકા માંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને હોલ મા ગોઠવવામા આવેલ ખુરશીઓ પણ ખુટી પડી હતી તો તાત્કાલિક બીજી ખુરશીઓ મંગાવાનો વાળો આવ્યો હતો

તો ભાજપ ના સાંસદ મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયા નુ પાધડી અને હાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ તો મોવડી મંડળે સાબરકાંઠા લોકસભા બેઠક પર મહિલા અને શિક્ષિક મહિલાની પસંદગી ઉતારી છે ત્યારે મહિલાઓ માટે કરેલી યોજના ની વાત કરી મહિલા સંમેલન મા મુકી હતી જેને લઈ ને ૭ મે એ મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો મતદાન કરી ને સાબરકાંઠા માંથી એક કમળ સંસદ મા મોકલવા મતદારો મક્કમ છે ત્યારે પ્રાંતિજ-તલોદ તાલુકામાંથી વિવિધ સમાજ તથા સંગઠનો તથા વિવિધ મહિલા મડળો દ્રારા મહિલા ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા નુ સ્વાગત કરવામા આવ્યુ હતુ જેમા પ્રાંતિજ-તલોદ મહિલા મોરચો , ખોડીયાર કુવા ભજન મડળ , ફતેપુરા મહિલા મંડળ રાસલોડ મહિલા મડળ , વદરાડ ગાયત્રી મડળ , નનાનપુર ગોપી મંડળ , વદરાડ કૃષ્ણ મંડળ , પ્રાંતિજ ભોઇ સમાજ ની બહેનો , પ્રાંતિજ રાવલ સમાજ ની બહેનો તથા પ્રાંતિજ-તલોદ માંથી વિવિધ મહિલા મડળો દ્રારા સ્વાગત કરી સાબરકાંઠા ભાજપ ના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ને જંગી મતોથી જીતાડવા અને નરેન્દ્રભાઇ મોદીને સાબરકાંઠા માંથી એક કમળ મોકલી આપવા ખાતરી આપી હતી તો ઉપસ્થિત ભાજપ મહાનુભાવો , આગેવાનો દ્રારા સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર કમળ ખીલાવવા અપીલ કરી હતી અને નરેન્દ્ર ભાઇ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા પ્રાંતિજ-તલોદ ની ઉપસ્થિત મહિલાઓને આહવાન કર્યુ હતુ અને અચૂક મતદાન કરવા ઉપસ્થિત સોવ મહિલાઓને વિનંતી કરી હતી તો આ પ્રસંગે સાબરકાંઠા મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયા , પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , સાંસદ દિપસિંહ રાઠોડ , પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ , જિલ્લા મંત્રી વિજયભાઇ પડ્યા , પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદિપસિંહ રાઠોડ , જિલ્લા પૂર્વ પ્રભારી રેખાબેન ચોધરી , જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ , જિલ્લા મહિલા મોરચા પ્રમુખ નિલાબેન પટેલ , મંત્રી કાજલબેન દોષી , મંત્રી લીનાબેન વ્યાસ , પ્રાંતિજ તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ , શહેર પ્રમુખ નિત્યાનંદ ભાઇ બ્રહ્મભટ્ટ , જિલ્લા સંગઠન મંત્રી વર્ષાબેન સથવાળા , પ્રાંતિજ નગર પાલિકા પૂર્વ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલ , પ્રાંતિજ નગરપાલિકા પૂર્વ મહિલા કોર્પોરેટર દિપ્તીબેન બ્રહ્મભટ્ટ , પ્રાંતિજ મહિલા શહેર પ્રમુખ જિજ્ઞાબેન સોની , ઉપપ્રમુખ પદમાબેન રાવલ , ઉપપ્રમુખ રિદ્ધિબેન ભટ્ટ , સુરેખાબેન મકવાણા , જાગુબેન સથવાળા , સેજલબેન , નિર્મલાબેન પંચાલ , મીનાબેન સોની મહિલા મોરચા ના તાલુકા પ્રમુખ પ્રિયંકા બેન પટેલ સહિત પ્રાંતિજ-તલોદ મહિલા મોરચા ની બહેનો તથા વિવિધ મડળની બહેનો સહિત મોટી સંખ્યામાં નારી શક્તિ મહિલા સંમેલન મા મહિલાઓ ઉપસ્થિત રહી હતી

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: