પ્રાંતિજ નુ ઐતિહાસિક ભાંખરીયુ તળાવ વર્ષો બાદ છલોછલ
– ભાંખરીયુ તળાવ છલોછલ થયા બાદ છલકાયુ
– તળાવ પ્રેમીઓમા અનેરો આનંદ
– તળાવ ભરાતા આજુબાજુ ના બોર કુવાઓમા પાણી ઉપર આવશે
– પ્રાંતિજ , અમીનપુર , પલ્લાચર , વદરાડ સહિત ના ગામોને લાભ થશે
– સાંસદ , ધારાસભ્ય , પાલિકા મા તળાવ ભરવા રજુઆત બાદ પણ તળાવ ના ભર્યુ
– મેધરાજાએ સારી બેટિંગ કરતા ભાંખરીયુ તળાવ ભરાઈ ગયુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ ઐતિહાસિક ભાંખરીયા તળાવ વર્ષો બાદ છલોછલ થયુ અને છલકાયુ તળાવ ભરાતા ધરતી પુત્રો સહિત નગરજનો મા આનંદ છવાયો
પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન પાસે આવેલ ઐતિહાસિક રાજા રજવાડાઓ વખતનુ ઐતિહાસિક ભાંખરીયા તળાવ માં નવા-નીર આવતા તળાવ છલોછલ બે કાંઠે ભરાયુ હતુ અને તળાવ ભરાયા બાદ છલકાયુ હતુ તો નગરજનો તથા ધરતી પુત્રો દ્રારા આ ભાંખરીયા તળાવ ને ભરવા માટે સાંસદ ,ધારાસભ્ય તથા પાલિકા સહિત જે તે અધિકારીઓને ખાલી ખલ કોળુ ભાંખરીયુ તળાવ ભરવા માટે રજુઆતો કરી હતી પણ કોઈ એ આ બાબતે રસ ના દાખવ્યો હતો ત્યારે કુદરત ને કાને નોધ લેવાતા માત્ર બે કલાક ના સાડા છ ઇંચ વરસાદ માંજ આ રાજાઓ રજવાડાઓ વખતનુ ઐતિહાસિક તળાવ મા નવા-નીર આવતા ભરાઇ ગયુ હતુ અને તળાવ છલકાતા ધરતી પુત્રો નગરજનો મા આનંદ જોવા મલ્યો હતો અને ૨૯ મી જુલાઈ સુધી એકદમ ખાલી ખમ તળાવ ભરાઇ જતા નગરજનો ભરાયેલ તળાવ ને નિહાળવા જોવા માટે ભાંખરીયા તળાવ પાસે દોડી આવ્યા હતા અને આ કુદરતી રીતે ભરાયેલ તળાવ જોઇને આનંદ સાથે ખુશી વ્યક્ત કરી હતી ત્યારે નેતાઓ ,રાજકારણીઓ તથા અધિકારીઓને રજૂઆત બાદ પણ ના ભરાતા સોમવાર ની સવારે મેધરાજાએ નગરજનોને મેધા ભેટ આપી હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે
જીલ રાવલ પ્રાંતિજ